આલિયાએ આ ઇવેન્ટનો બિહાઇન્ડ-ધ-સીન વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ વિડિયોમાં આલિયા કહી રહી છે કે ‘હું જાહેરમાં બેઢંગી અને શરમાળ છું.`
આલિયા ભટ્ટ
તાજેતરમાં જ થયેલા મેટ ગાલા ૨૦૨૩માં આલિયાએ પણ પહેલી વખત એન્ટ્રી લીધી હતી. એમાં તેણે ડિઝાઇનર પ્રબલ ગુરુંગનો ડિઝાઇન કરેલો વાઇટ બૉલ ગાઉન પહેર્યો હતો, જેને એક લાખ પર્લથી બનાવવામાં આવ્યો હતો. મેટ ગાલામાં પ્રિયંકા ચોપડા જોનસ અગાઉ પણ હાજર રહી ચૂકી છે. આલિયાએ આ ઇવેન્ટનો બિહાઇન્ડ-ધ-સીન વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ વિડિયોમાં આલિયા કહી રહી છે કે ‘હું જાહેરમાં બેઢંગી અને શરમાળ છું. એ ખરેખર અજીબ વાત છે કે હું ઍક્ટર કઈ રીતે બની અને હું ખરેખર મૂવી બિઝનેસમાં છું કે જેમાં તમારે હંમેશાં સેન્ટર સ્ટેજ, સ્પૉટ લાઇટમાં રહેવાનું હોય છે. પ્રિયંકા અને મેં એના વિશે ચર્ચા કરી હતી. તેણે મને કહ્યું કે ‘તું અંદર આવી જજે અને અમે તને મળી જઈશું.’ મેં તેને કહ્યું કે ચોક્કસ, કારણ કે તારે જ મને બાથરૂમમાં લઈ જવી પડશે. હું એકલી નહીં જઈ શકું.’