આલિયાને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ ઍક્ટર ઇન અ લીડિંગ રોલ (ફીમેલ)નો અવૉર્ડ આપવામાં આવ્યો છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટના નાના નરેન્દ્રનાથ રાઝદાનની તબિયત ઠીક ન હોવાથી તેણે IIFAમાં જવાનું ટાળ્યું હતું. તેના નાનાની ઉંમર ૯૫ વર્ષ છે. IIFAમાં સામેલ થવા માટે આલિયા ઘરેથી નીકળી તો હતી, પરંતુ ઍરપોર્ટથી સીધી તે નાનાને મળવા હૉસ્પિટલ પહોંચી હતી. એથી આલિયાએ IIFAમાં જવાનું કૅન્સલ કરી દીધું હતું. તેના નાનાને ફેફસામાં ઇન્ફેક્શન થયું છે એથી તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આલિયાને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ ઍક્ટર ઇન અ લીડિંગ રોલ (ફીમેલ)નો અવૉર્ડ આપવામાં આવ્યો છે. જોકે તે ગેરહાજર હોવાથી પ્રોડ્યુસર જયંતીલાલ ગડાએ તેનો અવૉર્ડ સ્વીકાર્યો હતો. અવૉર્ડ મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર આલિયાએ લખ્યું કે ‘ખૂબ ખૂબ આભાર IIFA. હું પર્સનલી આ અવૉર્ડ સ્વીકારવા માટે હાજર ન રહી શકી એ માટે માફી માગું છું. દર્શકોએ કરેલા સપોર્ટનો આભાર માનું છું. એને કારણે મને અને આખી ટીમને અતિશય આનંદ થઈ રહ્યો છે.’

