મેટ ગાલાની સ્થાપના ૧૯૮૪માં એક ફન્ડરેઝર તરીકે થઈ હતી
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ સૌથી મોટી ફૅશન ઇવેન્ટ મેટ ગાલામાં આ વર્ષે ડેબ્યુ કરવાની હોય એવું જાણવા મળ્યું છે. તે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘હાર્ટ ઑફ સ્ટોન’ દ્વારા હૉલીવુડમાં કામની શરૂઆત કરી રહી છે. મેટ ગાલાની સ્થાપના ૧૯૮૪માં એક ફન્ડરેઝર તરીકે થઈ હતી. આ વર્ષની થીમ ‘કાર્લ લેગરફેલ્ડ : અ લાઇન ઑફ બ્યુટી’ રાખવામાં આવી છે. એના દ્વારા લેટ ડિઝાઇનર્સની કુશળતાને સન્માનિત કરવામાં આવશે. એની રેડ કાર્પેટની ઇવેન્ટમાં આલિયા પ્રબલ ગુરંગના ડિઝાઇન કરેલા આઉટફિટ પહેરવાની છે. આલિયાએ ગયા વર્ષે રણબીર કપૂર સાથે એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં. તેણે ગયા વર્ષે જ ૬ નવેમ્બરે દીકરીને જન્મ પણ આપ્યો હતો.