તેણે દીકરીને મિસ કરી હતી. પહેલી વખત આલિયા આ ફંક્શનમાં ગઈ હતી
ફાઇલ તસવીર
આલિયા ભટ્ટે જણાવ્યું કે મેટ ગાલા ઇવેન્ટ અગાઉ થોડી સેકન્ડ માટે તેણે દીકરી રાહાને વિડિયો-કૉલ કરીને જોઈ લીધી હતી. ગયા વર્ષે ૬ નવેમ્બરે રાહાનો જન્મ થયો હતો. તે અત્યારે ૬ મહિનાની છે. તેણે દીકરીને મિસ કરી હતી. પહેલી વખત આલિયા આ ફંક્શનમાં ગઈ હતી. દીકરીને ખૂબ મિસ કરી હોવાનું જણાવતાં આલિયાએ કહ્યું કે ‘હું પહેલી વખત મારી દીકરી રાહાથી લાંબા સમય સુધી દૂર રહી હતી. તે અત્યારે ૬ મહિનાની છે અને આ અગાઉ હું તેનાથી માત્ર ૨૪ કલાક જ દૂર રહી હતી. જોકે આ વખતે તો ચાર દિવસ થઈ ગયા. હું જેવી જાગી કે તરત મેં થોડી સેકન્ડ માટે વિડિયો-કૉલ કરી તેને જોઈ હતી.’