આલિયા ભટ્ટે તેની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ને કો-પ્રોડ્યુસ કરી છે
આલિયા ભટ્ટ સુહાના ખાન
આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ્સ’ તેના કો-પ્રોડ્યુસર ગૌરી ખાન અને શાહરુખ ખાનને જ નહીં, તેમનાં સંતાનો આર્યન ખાન અને સુહાના ખાનને પણ ખૂબ ગમી છે. આલિયા ભટ્ટે તેની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ને કો-પ્રોડ્યુસ કરી છે. જસ્મિત કે રીને ડિરેક્ટ કરેલી આ ડાર્ક કૉમેડીની શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે પ્રશંસા કરી છે. ઍક્ટરનાં રીઍક્શન વિશે આલિયાએ જણાવ્યું કે સુહાના ખાન અને આર્યન ખાનને આ ફિલ્મ ગમી છે. ‘ડાર્લિંગ્સ’ જોયા બાદ શાહરુખ ખાનના રીઍક્શન વિશે પૂછવામાં આવતાં આલિયાએ કહ્યું કે ‘શાહરુખે ફિલ્મ જોઈ અને તેણે મારી સાથે ફિલ્મની ભાષામાં જ વાત કરી. આવી ફિલ્મ કરવા માટે આભાર.’ આલિયાએ ઉમેર્યું હતું કે ‘ગૌરી ખાન, સુહાના ખાન અને આર્યન ખાને ફિલ્મ જોઈ હતી. તેમને બધાંને આ ફિલ્મ ખૂબ ગમી હતી. તેઓ ખૂબ માયાળુ છે. સુહાના ખાને બે વખત ફિલ્મ જોઈ.’