પ્રિયદર્શિની ઍકૅડેમી દ્વારા સ્મિતા પાટીલની યાદમાં આ અવૉર્ડ ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટને હાલમાં સ્મિતા પાટીલ મેમોરિયલ અવૉર્ડ મળ્યો છે. તેની ‘બ્રહ્માસ્ત્ર’ હાલમાં રિલીઝ થઈ છે. પ્રિયદર્શિની ઍકૅડેમી દ્વારા સ્મિતા પાટીલની યાદમાં આ અવૉર્ડ ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો. આ અવૉર્ડ અત્યાર સુધી માધુરી દીક્ષિત નેને, શ્રીદેવી, તબુ, મનીષા કોઇરાલા, ઊર્મિલા માતોન્ડકર અને કરીના કપૂર ખાનને મળ્યો છે. ૨૦૧૬માં આ અવૉર્ડ જ્યારે કૅટરિના કૈફને મળ્યો ત્યારે આ અવૉર્ડ કમિટીનો ઘણો વિરોધ થયો હતો. લોકોનું કહેવું હતું કે કૅટરિના આ અવૉર્ડને ડિઝર્વ નથી કરતી. ૧૯૯૪ સુધી આ અવૉર્ડ દર વર્ષે આપવામાં આવતો હતો, પરંતુ ત્યાર બાદ દર બે વર્ષે આ અવૉર્ડ આપવામાં આવે છે. આ અવૉર્ડ છેલ્લે તાપસી પન્નુને આપવામાં આવ્યો હતો. આ વિશે ફોટો શૅર કરીને આલિયા ભટ્ટે કૅપ્શન આપી હતી, ‘સ્મિતા પાટીલ મેમોરિયલ અવૉર્ડ મેળવીને હું પોતાને ખુશનસીબ અને સન્માનિત અનુભવી રહી છું. દરેકનો આભાર.’

