આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી કરતાં સહેજેય ઓછી નથી. જો બધું બરાબર હોત તો આલિયા અને રણબીર 18 વર્ષ પહેલા જ એક ફિલ્મમાં સાથે દેખાઈ ચૂક્યા હોત.
રણબીર-આલિયા (ફાઈલ તસવીર)
બૉલિવૂડનું જાણીતું કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન પછી કામ પર કમબૅક કરી લીધું છે. બન્નેએ 14 એપ્રિલના જનમોજન્મ સાથે રહેવાના વચન લીધા છે, જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આલિયા ભટ્ટ અને રણબીરની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી કરતા ઘટતી નથી. જો બધું બરાબર હોત તો આલિયા અને રણબીર 18 વર્ષ પહેલા જ એક ફિલ્મમાં સાથે દેખાઈ ચૂક્યા હોત. બન્ને ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ `બાલિકા વધૂ` (Balika Vadhu)માં સાથે કામ કરવાના હતા. આ ફિલ્મ ભલે અત્યાર સુધી બની શકી નથી પણ આ ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીર આલિયા અને રણબીરના ઘરમાં આજે પણ રાખવામાં આવેલી છે.
- just how fast the night changes ?
— Alia`s Planet ? (@AliaCluster) April 23, 2022
• #aliabhatt #ranbirkapoor • pic.twitter.com/Y7ykRifrR8
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આલિયા અને રણબીરની તે તસવીર વાયરલ થઈ રહી છે જે આજથી લગભગ 18 વર્ષ જૂની છે. આ તસવીર ત્યારની છે જ્યારે આલિયા ભટ્ટ 11 વર્ષની અને રણબીર કપૂર 20 વર્ષનો હતો.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને રણબીર કપૂરના ખભે માથું ઢાળવામાં પણ સંકોચ થતો હતો. અને નસીબ જુઓ આજે આલિયા ભટ્ટ, રણબીરની દુલ્હન છે. આલિયાને બાળપણથી જ રણબીર પ્રત્યે ક્રશ હતો અને તે મનમાં ને મનમાં રણબીરને પસંદ કરતી હતી. તો બન્નેના પ્રેમની શરૂઆત 5 વર્ષ પહેલા થઈ હતી. ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન બન્ને વચ્ચે નીકટતા વધી જે આજે તેમના લગ્ન સુધી પહોંચી.

