જિમમાં ૭૦ કિલોનું વજન ઉઠાવ્યું આલિયા ભટ્ટે
આલિયા ભટ્ટ
મુંબઈ (આઇ.એ.એન.એસ.) : આલિયા ભટ્ટે જિમમાં ૭૦ કિલોનું વજન ઉઠાવ્યું હતું. આલિયાએ ઇન્સ્ટાસ્ટોરી પર વિડિયો શૅર કર્યા હતા. વિડિયોમાં તે સહેલાઈથી આટલું વજન ઉપાડી રહી છે. તેના સમર્પણ અને મહેનતની પ્રશંસા તો તેની જિમ ટ્રેઇનરે પણ કરી છે. તેણે થોડા મહિનાઓ પહેલાં જ વેઇટ લિફ્ટિંગની ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું છે. એવામાં તે હવે લોકોને ફિટનેસ ગોલ્સ આપી રહી છે.
આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રિશી કપૂર માટે પાર્ટી યોજવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. રિશી કપૂર અને નીતુ કપૂર હાલમાં જ ન્યુ યૉર્કથી પોતાના ઘરે મુંબઈ પાછાં ફર્યાં છે. રિશી કપૂર કૅન્સરની સારવાર માટે છેલ્લા ૧૧ મહિનાઓથી ત્યાં હતા. તેમને મળવા બૉલીવુડમાંથી ઘણી સેલિબ્રિટીઝ ન્યુ યૉર્ક જતી હતી. એવામાં તેમના સ્વાગત માટે આલિયા તેના ડૅડી મહેશ ભટ્ટના ઘરે પાર્ટીનું પ્લાનિંગ કરી રહી છે એવું જાણવા મળ્યું છે.