કઈ બીમારીથી પરેશાન છે આલિયા? કેમ તેને વારંવાર આવે છે રડવું?
કેમ આલિયાને વારંવાર આવે છે રડવું?
હાલમાં જ રાઝી માટે બેસ્ટ એસ્ટ્રેસનો અવૉર્ડ મેળવાનાર આલિયા ભટ્ટે ખુલાસો કર્યો છે કે તે એંજાયટીના દોરમાંથી પણ પસાર થઈ ચુકી છે. આલિયાએ આ મામલે વાત કરતા કહ્યું કે, 'હું ડિપ્રેસ્ડ નથી પણ હું બહુ ચિંતાળું છું. અને એંજાઈટી છે અને તે આવતી-જતી રહે છે. હું છેલ્લા પાંચ-છ મહિનાથી આવું અનુભવી રહી છું. અને એંજાઈટીનો અટેક નહીં આવતો પણ હું બહુ ઉદાસ ઉદાસ રહું છું. હું મારી બહેન શાહીન ભટ્ટની આભારી છું. તેના કારણે હું આ બધી વસ્તુઓને લઈને ખૂબ જાગૃત છું. તેણે ડિપ્રેશન સાથે લડાઈ લડી હતી. મે તેની બુક વાંચી છે.'
આલિયાએ કહ્યું કે, 'હું તેને અનુભવું છું. ક્યારેક-ક્યારેક તો એવું લાગે કે હું કોઈ કારણ વગર રડી રહી છું. પછી બધું સામાન્ય થઈ જાય છે. શરૂઆતમાં જ્યારે આવું થતું ત્યારે હું કન્ફ્યૂઝ રહેતી હતી.હું હંમેશા આ વાતનું બહાનું બનાવતી કે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મારા વધુ કામ કરવું પડે છે અને હું થાકી જાઉં છું.'
આ પણ વાંચોઃ એક્ટિંગ જ નહીં, ફેશન અને સ્ટાઈલમાં પણ નંબર વન છે આલિયા ભટ્ટ
ADVERTISEMENT
'જેવું મારું વ્યક્તિત્વ છે હું તેનાથી અલગ અનુભવ કરી રહી હતી. મે મારા મિત્રો સાથે પણ આ મામલે વાત કરી. મે આ મામલે અયાન સાથે વાત કરી. મે મારી બહેનના મિત્ર રોહન સાથે વાત કરી. આ તમામ લોકોએ મને કહ્યું કે તને તેનું કારણ ખબર પડી થશે અને તું સામાન્ય થઈ જાઈશ. જરૂરી છે કે તમને જે અનુભવ થઈ રહ્યો છે તેને સ્વીકારો અને એમ ન વિચારો કે તમે ઠીક છો. એ સમયે તમે એવું કહો કે તમને સારું નથી લાગી રહ્યું. '