આલિયા ભટ્ટ ટૂંક સમયમાં `હાર્ટ ઑફ સ્ટૉન` કહેવાતા હૉલીવૂડ માં પ્રવેશ કરવા જઈ રહી છે, ત્યારે તેણીએ સગાવાદ વિશે વાત કરી અને સ્વીકાર્યું છે કે તે સગાવાદની પ્રોડક્ટ છે
ફાઇલ તસવીર
આલિયા ભટ્ટ (Alia Bhatt) ટૂંક સમયમાં `હાર્ટ ઑફ સ્ટૉન` કહેવાતા હૉલીવૂડ (Hollywood)માં પ્રવેશ કરવા જઈ રહી છે, ત્યારે તેણીએ એક ઇન્ટરવ્યૂમાં સગાવાદ (Nepotism) વિશે વાત કરી છે અને સ્વીકાર્યું છે કે તે સગાવાદની પ્રોડક્ટ છે. તાજેતરના હાર્પર્સ બજાર અરેબિયા સાથેના ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટે ખુલ્લા મને વાત કરી હતી.
નેપોટિઝમ પર પોતાના વિચારો શૅર કરતાં હાર્પર્સ બજાર અરેબિયાને કહ્યું હતું કે, “છેલ્લા સમયથી આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. હું સમજું છું કે કદાચ અન્ય વ્યક્તિ કરતાં મારા માટે આ કામ સહેલું છે અને હું સહાનુભૂતિ અનુભવું છું. હું મારા સપનાની તુલના અન્ય વ્યક્તિના સપના સાથે કરું છું: કોઈ સ્વપ્ન નાનું-મોટું નથી. દરેકના સપનાનું મહત્ત્વ સમાન હોય છે, દરેકની ઈચ્છાનું મહત્ત્વ સમાન હોય છે.”
ADVERTISEMENT
આલિયા ભટ્ટે કહ્યું કે તેણી સ્વીકારે છે કે તેણીએ કરિયરની શરૂઆત વહેલી શરૂ કરી હતી અને ઉમેર્યું કે, “હું સંપૂર્ણ રીતે સમજું છું કે આ મુદ્દો ક્યાંથી આવ્યો છે. હું માત્ર એટલું જ કહી શકું છું કે હું એ હકીકતને સ્વીકારું છું કે મને શાનદાર શરૂઆત કરવા મળી છે. હકીકત એ છે કે હું પ્રિવિલેજ છું, તેથી જ હું દરરોજ 100 ટકા આપું છું અને હું મારા કામને ક્યારેય ગ્રાન્ટેડ લેવી નથી. હું માત્ર એક જ વસ્તુ કરી શકું છું કે મારું માથું નીચું રાખીને કામ કરવાનું ચાલુ રાખું.”
એ નોંધવું રહ્યું કે કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણના કારણે નેપોટિઝમના મુદ્દાની ચર્ચા શરૂ થઈ હતી, જ્યારે અભિનેત્રી કંગના રનૌતે કરણ જોહરને 2016માં તેના ચેટ શૉમાં હાજરી આપી અને ‘સગાવાદના ધ્વજવાહક’નું લેબલ આપ્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં ગૅલ ગૅડૉટની હાર્ટ ઑફ સ્ટૉનથી હૉલીવૂડમાં ડેબ્યૂ કરશે. તેની બે બૉલીવૂડ ફિલ્મો પણ રિલીઝ થવાની છે. પહેલી રણવીર સિંહ અને કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને બીજી ફરહાન અખ્તરની પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે ‘જી લે જરા’.
આ પણ વાંચો: નિક પહેલાંની રિલેશનશિપમાં પોતાને ડોરમૅટ જેવી સમજતી હતી પ્રિયંકા
ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે ઈટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ ‘ગુચી’ (Gucci) સાથે એક કરાર કર્યો છે. અહેવાલો અનુસાર, કંપનીએ આલિયાને પ્રથમ ભારતીય ગ્લોબલ એમ્બેસેડર તરીકે નિયુકત કરી છે.