અક્ષયકુમારે છત્રપતિ શિવાજી મહારાજના પાત્રનું શૂટિંગ મુંબઈમાં શરૂ કર્યું છે.
અક્ષય કુમાર
અક્ષયકુમારે છત્રપતિ શિવાજી મહારાજના પાત્રનું શૂટિંગ મુંબઈમાં શરૂ કર્યું છે. મહેશ માંજરેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલા આ મરાઠી પિરિયડ ડ્રામા ‘વેદાત મરાઠે વીર દાઉડલે સાત’માં અક્ષયકુમાર છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્રનું શૂટિંગ તેણે મુંબઈમાં શરૂ કર્યું છે. આ માટે પોતાનો શિવાજી મહારાજના પાત્રનો ફોટો શૅર કરીને અક્ષયકુમારે એની જાહેરાત કરી હતી. વસીમ કુરેશી દ્વારા ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે જય દુધાને, ઉત્કર્ષ શિંદે, વિશાલ નિકમ, વિરાટ માડકે, હાર્દિક જોષી, સત્યા, નવાબ ખાન અને પ્રવીણ ટાર્ડેએ કામ કર્યું છે. આ ફિલ્મને આવતા વર્ષે દિવાળી પર હિન્દી, મરાઠી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)