આ ફિલ્મ ૧૯૮૯માં થયેલી વાસ્તવિક ઘટના પર આધારિત છે
અક્ષયકુમાર (ફાઇલ તસવીર)
અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘કૅપ્સુલ ગિલ’નું ટાઇટલ હવે ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ રાખવામાં આવ્યું છે. મેકર્સનું માનવું છે કે આ નવું નામ જ ફિલ્મની સ્ટોરી સાથે બંધ બેસે છે અને એની સ્ટોરીને ન્યાય આપી શકશે. તેમને આ ટાઇટલમાં વજન લાગે છે. આ ફિલ્મ ૧૯૮૯માં થયેલી વાસ્તવિક ઘટના પર આધારિત છે. પશ્ચિમ બંગાળના રાનીગંજમાં આવેલી કોલસાની ખાણમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ જસવંત સિંહ ગિલે કર્યું હતું. એ વખતે ૬૫ લોકો એ ખાણમાં ફસાઈ ગયા હતા અને તેણે પોતાની સૂઝબુઝથી તેમનો આબાદ બચાવ કર્યો હતો. એ મિશનને આ ફિલ્મ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ ફિલ્મને ટીનુ સુરેશ દેસાઈએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પરિણીતી પણ જોવા મળશે. ગયા વર્ષે જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે કદાચ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.