સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં અક્ષયકુમાર મંદિરની બહાર આવતો જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ તે તેના ચાહકોનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે.
અક્ષય કુમાર
અક્ષયકુમાર ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથનાં દર્શને ગયો હતો. તેનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે મંદિરની બહાર આવતો જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ તે તેના ચાહકોનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે. અક્ષયકુમાર ત્યાં ઘણીબધી સિક્યૉરિટીની સાથે ગયો હતો. આ વિડિયો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘જય બાબા ભોલેનાથ.’