અક્ષયકુમારની આસપાસ સખત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી
અક્ષય કુમાર
અક્ષયકુમારે હાલમાં બદરીનાથની યાત્રા કર્યા બાદ જાગેશ્વર ધામ પહોંચ્યો હતો. ઉત્તરાખંડના અલ્મોડામાં આ પ્રાચીન મંદિર છે જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ખાસ વાત એ છે કે અહીં લગભગ અઢીસો મંદિર છે. અક્ષયકુમારની આસપાસ સખત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેની ઝલક જોવા માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. તે બ્લૅક આઉટફિટમાં દેખાયો હતો. તેના કપાળે તિલક હતું અને તે હાથ જોડીને મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યો છે. પોતાનો આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. થોડા સમય પહેલાં જ તે કેદારનાથ મંદિરે પણ દર્શન કરી આવ્યો છે.