આગરાની માર્કેટમાં અતરંગી રે
આગરામાં ‘અતરંગી રે’ના શૂટિંગ દરમ્યાન અક્ષયકુમાર અને સારા અલી ખાનની ઝલક મેળવવા માટે લોકો ઊમટી પડ્યા હતા. તાજેતરમાં જ અક્ષયકુમારે તાજ મહલ પાસે શાહજહાંનો અવતાર દેખાડ્યો હતો. તેઓ જ્યારથી આગરા પહોંચ્યા છે લોકો તેમને જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે. આનંદ એલ. રાયની આ ફિલ્મમાં ધનુષ પણ જોવા મળશે. આ ત્રણેય પહેલી વખત એક ફિલ્મમાં સાથે જોવા મળવાનાં છે. ફિલ્મના અંતિમ શેડ્યુલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહમાને આપ્યું છે.

