આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ની હિન્દી રીમેક છે
અક્ષય કુમાર
અક્ષયકુમારે તેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ માટે મસ્ત ગીતનું શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી અને નુસરત ભરૂચા પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ની હિન્દી રીમેક છે. અક્ષયકુમારે ફિલ્મના સેટ પરનો ફોટો શૅર કર્યો છે. એમાં તેણે બ્લૅક જૉગર્સ પર મલ્ટિકલર ફર જૅકેટ પહેર્યું છે અને તે ઓપન રૂફ કાર પર બેઠો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘આજનો મારો મંત્ર છે ગરમી, હ્યુમિડિટી અને ફૉક્સ ફર. સબ ચલેગા, બસ કામ કર, કામ કર. ‘સેલ્ફી’ માટે નવા મસ્ત ગીતનું શૂટિંગ કર્યું છે. ૨૪ ફેબ્રુઆરીએ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે.’