અક્ષયકુમારની ‘રામ સેતુ’ ૨૫ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે
અક્ષય કુમાર
અક્ષયકુમારનું કહેવું છે કે રામમંદિર ઘણાં છે, પરંતુ સેતુ માત્ર એક છે. અક્ષયકુમારની ‘રામ સેતુ’ ૨૫ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરમાં અક્ષયકુમાર પાણી પર ચાલતો જોવા મળી રહ્યો છે. ‘રામ સેતુ’માં અક્ષયકુમાર ભગવાન રામ હતા અને રામ સેતુ ખરેખર હતો એ પુરવાર કરવા પાછળ લાગ્યો હોય છે. જોકે કેટલાક લોકો રામ સેતુને તોડવા માટે કમર કસી રહ્યા હોય છે, પરંતુ અક્ષયકુમાર એને બચાવવા માગતો હોય છે. આ ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસ અને નુસરત ભરૂચા પણ કામ કરી રહ્યાં છે. આ ટ્રેલરમાં તેઓ ફક્ત નામપૂરતાં જોવા મળ્યાં છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર ડાયલૉગ બોલતો જોવા મળ્યો છે કે ‘દુનિયા મેં શ્રી રામ કે લાખોં મંદિર હૈ પર સેતુ સિર્ફ એક હૈ.’ આ ફિલ્મને અભિષેક શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.