અક્ષય કુમાર માટે ૨૦૨૪નું વર્ષ ખૂબ ખરાબ રહ્યું હતું, પણ હવે તે ૨૦૨૫ની પોતાની પહેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થશે
ગઈ કાલની ઇવેન્ટમાં અક્ષય કુમાર.
અક્ષય કુમાર માટે ૨૦૨૪નું વર્ષ ખૂબ ખરાબ રહ્યું હતું, પણ હવે તે ૨૦૨૫ની પોતાની પહેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થશે. ગઈ કાલે મુંબઈમાં એક ઇવેન્ટમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં અક્ષયની સાથે આ ફિલ્મનો નવોદિત હીરો વીર પહારિયા પણ ઉપસ્થિત હતો. આ ફિલ્મમાં સારા અલી ખાન અને નિમ્રત કૌર પણ છે. ‘સ્કાય ફોર્સ’માં ૧૯૬૫ની વાત છે જ્યારે ભારતે પાકિસ્તાન પર પહેલવહેલી વાર ઍર-સ્ટ્રાઇક કરી હતી. એ ઑપરેશન દરમ્યાન સ્ક્વૉડ્રન લીડર અજ્જામદા બોપ્પય્યા દેવય્યાનું ઍરક્રાફ્ટ પાકિસ્તાની ટેરિટરીમાં ગાયબ થઈ ગયું હતું અને તેમને આખરે મૃત માની લેવામાં આવ્યા હતા.