‘મિશન રાનીગંજ’ એક સત્યઘટના પર આધારિત ફિલ્મ છે, તો ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ સેક્સ કૉમેડી છે.
અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ : ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ
અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ : ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ અને ભૂમિ પેડણેકરની ફિલ્મ ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ શુક્રવારે સાથે રિલીઝ થઈ છે. ‘મિશન રાનીગંજ’ એક સત્યઘટના પર આધારિત ફિલ્મ છે, તો ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ સેક્સ કૉમેડી છે. ‘મિશન રાનીગંજ’માં દેખાડવામાં આવ્યું છે કે ખાણમાં ફસાયેલા કર્મચારીઓને કઈ રીતે બચાવવામાં આવ્યા હતા. આ ફિલ્મને ટીનુ દેસાઈએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષયકુમાર સાથે પરિણીતી ચોપડા, રાજેશ શર્મા, રવિ કિશન, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, કુમુદ મિશ્રા, પવન મલ્હોત્રા, સાનંદ વર્મા, જમીલ ખાન, સુધીર પાન્ડે અને વરુણ બડોલા જોવા મળે છે. પહેલા દિવસે ફિલ્મે ૨.૭૫ કરોડનું કલેક્શન કર્યું છે, તો વાત કરીએ ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ની, તો એમાં ભૂમિ પેડણેકરની સાથે શેહનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા કપિલા, કરણ કુન્દ્રા અને અનિલ કપૂર જોવા મળે છે. આ ફિલ્મને રિયા કપૂરના હસબન્ડ કરણ બુલાનીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે પહેલા દિવસે ૦૧.૦૬ કરોડનો બિઝનેસ કર્યો છે. વીક-એન્ડમાં ફિલ્મના કલેક્શનમાં વધારો થાય એવી શક્યતા છે.