સાથે જ અક્ષયકુમાર પોતાના બિઝનેસ અને ફાઇનૅન્સની માહિતી કોઈની સાથે શૅર નથી કરતો
અક્ષયકુમાર વાઇફ સાથે
અક્ષયકુમારે તેના ફોનનો પાસવર્ડ ઘરમાં કોઈને નથી આપ્યો એટલું જ નહીં, તેણે તો વાઇફ ટ્વિન્કલ ખન્નાને પણ પાસવર્ડ નથી આપ્યો. સાથે જ અક્ષયકુમાર પોતાના બિઝનેસ અને ફાઇનૅન્સની માહિતી કોઈની સાથે શૅર નથી કરતો. અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે કેટલાક ફ્રેન્ડ્સ એકઠા થાય છે અને છોકરીઓ તેમને એક ગેમ રમવા કહે છે. સાથે જ તમામ છોકરાઓને તેમનો ફોન અનલૉક કરવા કહે છે જેથી તેમના ફોનમાં શું છે એ જાણી શકાય. આ જ બાબતને ધ્યાનમાં રાખીને તેને પૂછવામાં આવ્યું હતું કે શું તારી વાઇફ ટ્વિન્કલ ખન્ના તારો ફોન ચેક કરે છે? તો અક્ષયકુમાર કહે છે, ‘મારા પરિવારમાં મારા ફોનનો પાસવર્ડ કોઈને નથી ખબર. એથી ફોન ખૂલશે જ નહીં.’