જયા બચ્ચને થોડા સમય પહેલાં અક્ષય કુમારની ફિલ્મ વિશે ટોણો માર્યો હતો જેનો ઍક્ટરે હવે પ્રતિભાવ આપ્યો છે
જયા બચ્ચન, અક્ષય કુમાર
જયા બચ્ચને થોડા સમય પહેલાં અક્ષય કુમારની ફિલ્મ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ના ટાઇટલની ટીકા કરી હતી. હવે ઍક્ટરે આ મામલે પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાતચીત કરતા અક્ષયને આ સંદર્ભે પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું કે ‘હવે જો તેમણે કહ્યું છે તો એ સાચું હશે, પણ મને નથી લાગતું કે મેં ‘ટોઇલેટ : એક પ્રેમ કથા’ જેવી ફિલ્મ બનાવીને કાંઈ ખોટું કર્યું હોય.’
જોકે પછી વાતવાતમાં અક્ષયે ટોણો મારતાં કહી દીધું કે કોઈ મૂરખ જ ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ની ટીકા કરી શકે છે.
ADVERTISEMENT
અક્ષયે ઇન્ટરવ્યુ આપતી વખતે જણાવ્યું હતું કે ‘મેં જે પ્રકારની ફિલ્મો બનાવી છે એની ટીકા ફક્ત કોઈ મૂરખ જ કરી શકે છે. મેં ‘પૅડમૅન’, ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘ઍરલિફ્ટ’, ‘કેસરી’ અને ‘કેસરી : ચૅપ્ટર 2’ ફિલ્મો બનાવી છે. તમે જ કહો કે આમાં મેં ખોટું શું કર્યું છે. આવી ઘણી ફિલ્મો છે જે સમાજને માહિતી આપે છે.’
આ ઘટનાની વિગત જોઈએ તો તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જયા બચ્ચને ‘ટૉઇલેટ ઃ એક પ્રેમ કથા’નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘ફિલ્મનું નામ જુઓ, હું ક્યારેય આવા ટાઇટલવાળી ફિલ્મ નહીં જોઉં. શું આ નામ છે? તમે મને કહો, શું તમે આવા નામવાળી ફિલ્મ જોવા માગો ખરા? જુઓ, આટલા બધા લોકોમાંથી ભાગ્યે જ ચાર લોકો ફિલ્મ જોવા માગે છે; આ ઘણું દુખદ છે. આ ફ્લૉપ છે.’

