અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘શંકરા’ના શૂટિંગ માટે દિલ્હીની જામા મસ્જિદ પહોંચ્યો હતો. તેને જોતાં જ તેના ફૅન્સ હરખથી ચીસો પાડવા અને સીટી વગાડવા લાગ્યા હતા
શૂટિંગ કરવા દિલ્હીની જામા મસ્જિદ પહોંચ્યો અક્ષયકુમાર
અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘શંકરા’ના શૂટિંગ માટે દિલ્હીની જામા મસ્જિદ પહોંચ્યો હતો. તેને જોતાં જ તેના ફૅન્સ હરખથી ચીસો પાડવા અને સીટી વગાડવા લાગ્યા હતા. તેની એક ઝલક જોવા માટે લોકોનું ટોળું જમા થયું હતું. અક્ષયકુમારે પણ હાથ દેખાડીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. તેની આસપાસ સખત સિક્યૉરિટીનો પહેરો હતો. અક્ષયકુમારે બ્લુ પૅન્ટ પર ગ્રે શર્ટ અને સનગ્લાસિસ પહેર્યાં હતાં. જામા મસ્જિદ પહોંચવાનો અક્ષયકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. થોડા સમય પહેલાં જ તે ઉત્તરાખંડ આ ફિલ્મના શૂટિંગ માટે ગયો હતો.