હાલમાં એક અવૉર્ડ-ફંક્શનમાં અક્ષય કુમારની ભાણેજ સિમર ભાટિયા મામા સાથે જોવા મળી હતી
અક્ષય કુમાર ભાણેજ સિમર ભાટિયા સાથે
હાલમાં એક અવૉર્ડ-ફંક્શનમાં અક્ષય કુમારની ભાણેજ સિમર ભાટિયા મામા સાથે જોવા મળી હતી. રેડ કાર્પેટ પર સિમરનો આ પહેલો અનુભવ હતો છતાં તેના લુક અને આત્મવિશ્વાસે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે સિમર. અલકા ભાટિયાએ ડિવૉર્સ પછી બીજાં લગ્ન કર્યાં છે અને સિમર તેના પ્રથમ પતિની દીકરી છે.
સિમર બૉલીવુડમાં એન્ટ્રી લેવાની છે. તે ફિલ્મમેકર શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઇક્કીસ’માં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા સાથે મુખ્ય ભૂમિકા ભજવશે. અક્ષય કુમાર હંમેશાં બહેન સાથે ખૂબ નજીક રહ્યો છે અને એને કારણે જ સિમરનું બૉલીવુડ-ડેબ્યુ મામા માટે સ્પેશ્યલ છે.

