દુનિયાના હાઇએસ્ટ પેઇડ ઍક્ટર્સમાં ચોથા ક્રમે અક્ષયકુમાર
દુનિયાના હાઇએસ્ટ પેઇડ ઍક્ટર્સમાં ચોથા ક્રમે અક્ષયકુમાર
અમેરિકાના ફૅમસ બિઝનેસ મૅગેઝિન ‘ફૉર્બ્સ’ના લિસ્ટમાં હાઇએસ્ટ પેઇડ ઍક્ટર્સના લિસ્ટમાં અક્ષયકુમાર ચોથા ક્રમે છે. તેણે હૉલીવુડના સ્ટાર બ્રેડલી કૂપર, એડમ સેન્ડલર અને વિલ સ્મિથને પણ પાછળ છોડી દીધા છે. ‘ફૉર્બ્સ’ દ્વારા વિશ્વની સૌથી હાઇએસ્ટ પેઇડ સેલિબ્રિટીઝના લિસ્ટમાં અક્ષયકુમાર ૩૩માં ક્રમે હતો. ઍક્ટર્સના લિસ્ટમાં તે હવે ચૌથા ક્રમે છે. આ લિસ્ટ ૨૦૧૮ના જૂનથી ૨૦૧૯ના જૂન સુધી ગણવામાં આવે છે. આ આંકડામાં તેમના સ્ટાફ અને અન્ય જે પણ ખર્ચ હોય એ કાઢવા પહેલાંની રમક આપવામાં આવી છે. બાર મહિનામાં કંઈ સેલિબ્રિટીઝે કેટલો બિઝનેસ કર્યો એના આધારે તેમની કમાણી નક્કી કરવામાં આવે છે. અક્ષયે ૬૫ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૪૬૭ કરોડ રૂપિયા સાથે ચોથા ક્રમે છે. અક્ષયકુમારની ‘મિશન મંગલ’એ હાલમાં ૧૨૧.૨૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને આ તેની સતત દસમી હિટ ફિલ્મ છે. આ અગાઉ તેની ‘કેસરી’એ ૧૫૪.૪૧ કરોડ’, ‘ગોલ્ડ’એ ૧૦૨.૧૦ કરોડ, ‘પૅડમૅન’એ ૭૮.૨૨ કરોડ, ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’એ ૧૩૨.૦૭ કરોડ, ‘જૉલી LLB 2’એ ૧૧૭ કરોડ, ‘રુસ્તમ’એ ૧૨૭.૪૯ કરોડ, ‘હાઉસફુલ 3’એ ૧૦૯.૧૪ કરોડ, ‘એરલિફ્ટ’એ ૧૨૮.૧ કરોડ અને ‘સિંઘ ઇઝ બ્લિંગ’એ ૮૯.૯૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ૨૦૧૮ની જૂનથી ૨૦૧૯ની જૂન દરમ્યાન તેની ‘ગોલ્ડ’, ‘૨.૦’ અને ‘કેસરી’ રિલીઝ થઈ હતી. ‘૨.૦’નું બજેટ ૫૫૦ કરોડ રૂપિયા હતું અને એણે ૧૮૯.૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ લિસ્ટમાં ફિલ્મો, એડ્ અને અન્ય બિઝનેસને આધારે ઇન્કમ ગણવામાં આવે છે.
આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન
ADVERTISEMENT
આ લિસ્ટમાં સૌથી ટૉચ પર ડ્વેઇન જોનસનનો સમાવેશ થાય છે. તેણે ૮૯.૪ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૬૪૨ કરોડ રૂપિયા સાથે પ્રથમ છે. ‘ધ રોક’ તરીકે જાણીતા ડ્વેઇન જોનસને ફિલ્મોમાં એન્ટ્રી કરવા પહેલાં વર્ષો સુધી WWFમાં રેસલર તરીકે કામ કર્યું હતું. ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ સિરીસથી તેને એક નવી ઓળખ મળી છે. તેની ‘હૉબ્સ એન્ડ શૉ’ને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી છે. આ સાથે જ તેની ટીવી સિરિયલ ‘બૉલસ’ અને અન્ય બિઝનેસની આવક સાથે તે પહેલાં ક્રમે છે.
દુનિયાની અત્યાર સુધીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ ‘અવૅન્જર્સ : એન્ડ ગૅમ’ના મોટાભાગના સ્ટાર્સનો સમાવેશ આ લિસ્ટમાં કરવામાં આવ્યો છે.