આ ફિલ્મની સ્ટોરી ડેક્કન ઍરલાઇનની શરૂઆત કરવાની જર્ની પર આધારિત છે
અક્ષયકુમાર
અક્ષયકુમારને એ વાતની ખુશી છે કે તેણે ‘સરફિરા’માં કામ કર્યું અને જો ન કર્યું હોત તો એ મૂર્ખામી ગણાત. આ ફિલ્મની સ્ટોરી ડેક્કન ઍરલાઇનની શરૂઆત કરવાની જર્ની પર આધારિત છે. આ ઍરલાઇનનો ઉદ્દેશ સામાન્ય લોકો પણ ફ્લાઇટમાં પ્રવાસ કરી શકે એ હતો. એ જ વસ્તુને અક્ષયકુમારે આ ફિલ્મમાં દેખાડી છે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી, ‘‘સરફિરા’નો અર્થ થાય છે ક્રેઝી અને જ્યારે એ વિશે વિચારું છું તો અહેસાસ થાય છે કે જો મેં આ ફિલ્મમાં કામ ન કર્યું હોત તો હું પાગલ કહેવાત. આ ફિલ્મમાં કામ કરવાની મને ખુશી છે. ત્રણ વર્ષ પહેલાં આ જર્નીની શરૂઆત થઈ હતી. હવે ફાઇનલી લોકોને જોવા માટે આ ફિલ્મ રિલીઝ થઈ છે. ‘સરફિરા’ની સ્ટોરી સપનાંઓને સાકાર કરવાની અને એને પૂરાં કરવા માટે જીદ પકડવાની છે. એના પરથી ઘણુંબધું શીખી શકાય છે. આ ફિલ્મનો ભાગ બનવાનો મને ગર્વ છે. એ વાતની ખુશી છે કે ‘સરફિરા’ મારી ૧૫૦મી ફિલ્મ છે. આશા છે કે તમે પણ થિયેટરમાં આ ફિલ્મ જોવા પહોંચી જશો.’