આ ઇવેન્ટમાં ફિલ્મના લીડ સ્ટાર્સની સાથે-સાથે ડિરેક્ટર સુભાષ કપૂર અને પ્રોડ્યુસર્સે પણ હાજરી આપી
અક્ષય કુમાર, અર્શદ વારસી અને સૌરભ શુક્લા
અક્ષય કુમાર, અર્શદ વારસી અને સૌરભ શુક્લાને ચમકાવતી કોર્ટરૂમ કૉમેડી ફ્રૅન્ચાઇઝી ‘જૉલી LLB’ના ત્રીજા ભાગ ‘જૉલી LLB 3’નું ટ્રેલર ગઈ કાલે કાનપુરમાં લૉન્ચ થયું. આ ઇવેન્ટમાં ફિલ્મના લીડ સ્ટાર્સની સાથે-સાથે ડિરેક્ટર સુભાષ કપૂર અને પ્રોડ્યુસર્સે પણ હાજરી આપી. આ ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં ત્રણેય લીડ ઍક્ટર્સ વચ્ચેની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગતી હતી. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.
