ઓમાહેના લોકલ ગ્રુપના લોકો પીંછાંઓ, ચામડી અને સિસલ (પ્લાન્ટ)ની મદદથી ખૂબ જ સારાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે
અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના
અક્ષયકુમાર હાલમાં તેની ફૅમિલી સાથે ટાન્ઝાનિયામાં છે. તે આફ્રિકન સફારી કરતો જોવા મળ્યો હતો. આ દરમ્યાન અક્ષય અને ટ્વિન્કલ ખન્નાએ ત્યાંના સ્થાનિક લોકો સાથે ડાન્સ પણ કર્યો હતો. આ વિડિયો અક્ષય અને ટ્વિન્કલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘અમારા પગને હલાવી રહ્યાં છીએ અને અમારા આત્માને મસાજ કરી રહ્યાં છીએ. ઓમાહેના લોકલ ગ્રુપના લોકો પીંછાંઓ, ચામડી અને સિસલ (પ્લાન્ટ)ની મદદથી ખૂબ જ સારાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. તેમનો ટ્રેડિશનલ ડાન્સ રિટુન્ગાનો અમે અમારી સ્ટાઇલમાં પર્ફોર્મ કર્યો હતો. હું અને અક્ષયમાંથી કોણ સારો ડાન્સ કરે છે, તમને શું લાગે છે? તમે લોકોએ છેલ્લે દિલ ખોલીને ક્યારે ડાન્સ કર્યો હતો એ વિશે અમને જણાવો.’