Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમાર ને ટાઇગરે ઑડિયન્સને આપી સરપ્રાઇઝ, સિંગર વિશાલની કૉન્સર્ટમાં કરી ધમાકેદાર એન્ટ્રી

અક્ષયકુમાર ને ટાઇગરે ઑડિયન્સને આપી સરપ્રાઇઝ, સિંગર વિશાલની કૉન્સર્ટમાં કરી ધમાકેદાર એન્ટ્રી

01 April, 2024 07:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈદ દરમ્યાન આ બન્નેની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ થવાની છે

અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ , વિશાલ મિશ્રા

અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ , વિશાલ મિશ્રા


સિંગર વિશાલ મિશ્રાની મ્યુઝિકલ કૉન્સર્ટ મુંબઈમાં યોજવામાં આવી હતી. એ દરમ્યાન અશ્રયકુમાર અને ટાઇગર શ્રોફે સ્ટેજ પર એન્ટ્રી કરીને હાજર લોકોને સરપ્રાઇઝ આપી હતી. તેમણે પર્ફોર્મ કરીને ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ઈદ દરમ્યાન આ બન્નેની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ થવાની છે. એ ફિલ્મના ‘મસ્ત મલંગ ઝૂમ’ ગીતને વિશાલ, અરિજિત સિંહ અને નિકિતા ગાંધીએ સાથે મળીને અવાજ આપ્યો છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને માનુષી છિલ્લર પણ જોવા મળશે. વિશાલ મિશ્રાની કૉન્સર્ટમાં સોનાક્ષી પણ હાજર રહી હતી. એ કૉન્સર્ટની નાનકડી ઝલક ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી, ‘વિશાલ મિશ્રા, મને તારા પર ખૂબ ગર્વ છે. ભાઈ, બચપન મેં માઇકલ જૅક્સન કે કૉન્સર્ટ કે બાદ સીધે તુમ્હારે કૉન્સર્ટ પે આઇ હૂં. એ અતિશય ધમાકેદાર હતી.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK