ચુરા કે દિલ મેરા પર ડાન્સ કરીને દર્શકોનાં દિલ જીતી લીધાં
અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી
બૉલીવુડમાં એક સમયે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની રિલેશનશિપ અને પછી તેમના બ્રેક-અપની બહુ ચર્ચા થઈ હતી. આ જોડીનું યાદગાર ગીત એટલે ૧૯૯૪માં રિલીઝ થયેલી ‘મૈં ખિલાડી તૂ અનાડી’નું ‘ચુરા કે દિલ મેરા’ સૉન્ગ. આ ગીત એ સમયે સુપરહિટ સાબિત થયું હતું. જોકે તેમના બ્રેક-અપ પછી એક સમયે શિલ્પાએ કહ્યું હતું કે હું અક્ષય સાથે ક્યારેય કામ નહીં કરું. એ ઉપરાંત બન્ને ખૂબ ઓછા પ્રસંગોમાં સાથે જોવા મળ્યાં છે.
જોકે હાલમાં એક કાર્યક્રમમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ લગભગ ત્રણ દાયકા પછી તેમના આઇકૉનિક ગીત ‘ચુરા કે દિલ મેરા’નાં હુક સ્ટેપ્સને રેક્રીએટ કર્યું. હવે વર્ષો પછી શિલ્પા અને અક્ષયને સાથે પર્ફોર્મ કરતાં જોઈને ફૅન્સને એવી આશા છે કે તેમણે પોતાના મતભેદ ઉકેલી લીધા છે અને બહુ જલદી આ જોડી ફરી જોવા મળશે.

