મહાદેવના રુપમાં દેખાશે અક્ષય કુમાર, બહુ જલ્દી આવશે ફિલ્મનું ટીઝર
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અક્ષય કુમાર (Akshay Kumar) છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ `OMG 2` (Oh My God)ને લઈને ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી દર્શકો ખિલાડીને અલગ અવતારમાં જોવા ઉત્સુક છે. અક્ષય કુમારની આ આગામી ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થઈ રહી છે. ત્યારે આજે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)એ ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે જેને જોઈને ફેન્સ ઘેલાં થયાં છે. સાથે બહુ જલ્દી ટીઝર રિલીઝ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
‘ઓહ માય ગોડ’ ફિલ્મ વર્ષ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પોતાના પર અને ભગવાનમાં વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે. હવે ૧૧ વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષયનો લુક કેવો હશે તેની એક ઝલક સામે આવી છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર એક મહિનો બાકી છે ત્યારે નિર્માતાઓએ થોડા દિવસોમાં `OMG 2`નું ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી છેઅને આ સાથે જ `OMG 2`ના અક્ષય કુમારનો અને ફંકજ ત્રિપાટીનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે.
ADVERTISEMENT
નવા પોસ્ટરમાં અક્ષય કુમાર એકદમ અલગ અવતારમાં જોવા મળે છે. અક્ષય કુમાર ભોલેનાથના અવતારમાં લાંબા વાળ, ભસ્મ અને ગળામાં રૂદ્રાક્ષની માળા સાથે જોવા મળે છે. સૌ પ્રથમવાર અક્ષય કામર આવા લૂકમાં જોવા મળે છે. પોસ્ટ શૅર કરતા અક્ષયે લખ્યું છે, ‘બસ થોડાક દિવસોમાં… OMG 2 થિયેટરમાં આવશે ૧૧ ઓગસ્ટથી. ટીઝર ટૂંક સમયમાં આવશે.’
View this post on Instagram
અક્ષય કુમારના આ પોસ્ટર પર ચાહકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ શૅર કરી છે. કેટલાક ફેન્સને અભિનેતાનો ભગવાન ભોલેનો લુક પસંદ આવ્યો છે. તેમણે `હર હર મહાદેવ`ની કમેન્ટ્સ પણ કરી છે. તે જ સમયે, કેટલાક ફેન્સ એવા છે જેમને આ પોસ્ટર ગમ્યું નથી અને તેમનું કહેવું છે કે, `OMG 2`ના નિર્માતાઓએ `આદિપુરુષ` પાસેથી કંઈક શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.
`OMG 2`ના બીજા મુખ્ય કલાકાર પંકજ ત્રિપાઠીણો પણ ફર્સ્ટ લુક જાહેર થયો છે. પોસ્ટર શૅર કરતા અભિનેતાએ લખ્યું છે કે, ‘મળો કાન્તિશરણ મુદગલને. OMG 2 થિયેટરમાં આવશે ૧૧ ઓગસ્ટથી. ટીઝર ટૂંક સમયમાં આવશે.’
View this post on Instagram
પંકજ ત્રિપાઠીના લુકને પણ ફેન્સ પસંદ કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel)ની ફિલ્મ `ગદર 2` (Gadar 2) પણ ૧૧ ઓગસ્ટે જ રિલીઝ થઈ રહી છે. અક્ષય કુમારની ફિલ્મની આ ફિલ્મ સાથે જોરદાર ટક્કર થશે. બીજી તરફ રણબીર કપૂર (Ranbir Kapoor) ની `એનિમલ` (Animal) પણ આ જ તારીખે રિલીઝ થવાની હતી પણ હવે તેની તારીખ બદલવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિર્માતાઓ ડરી ગયા હતા અને તેઓ ફિલ્મ સાથે કોઈ જોખમ લેવા માંગતા ન હતા, તેથી તેઓએ તેને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો. `એનિમલ`ની સોલો રિલીઝ હવે ડિસેમ્બર ૨૦૨૩માં થશે.