Akhil Sachdeva’s Saare Tumhare Ho Gaye:
અખિલ સચદેવા
ગાયક-સંગીતકાર-ગીતકાર અખિલ સચદેવાએ તેની નવીનતમ રિલીઝ, `સારે તુમ્હારે હો ગયે` સાથે વર્ષ 2025 ની ખૂબ જ ધમાકેદાર રીતે શરૂઆત કરી છે. આ પ્રેમગીત તેના રિલીઝના એક જ દિવસમાં મ્યુઝિક ચાર્ટમાં ટોચ પર પહોંચી ગયું છે, ચાહકો અને વિવેચકોને બન્નેને મોહિત કરી દીધું છે. અખિલ દ્વારા ગાયું અને કંપોઝ કરાયેલ, તેના અને કૌશલ કિશોર દ્વારા સહ-લેખિત ગીતો સાથે, `સારે તુમ્હારે હો ગયે`માં શ્રેયા કાલરા અને રિષભ જયસ્વાલ છે.
`સારે તુમ્હારે હો ગયે` આ ટ્રેક લગભગ ચાર વર્ષ પછી ટી-સિરીઝમાં (Akhil Sachdeva’s Saare Tumhare Ho Gaye) અખિલની ખૂબ જ અપેક્ષિત વાપસી દર્શાવે છે. સહયોગ વિશે બોલતા, અખિલે કહ્યું કે, “હા, અને તેથી મારુ આ ગીત મોટાભાગે મેલોડી દ્વારા સંચાલિત હોવું જોઈએ, જેમ કે `હમસફર` અને `તેરા બન જાઉંગા`. આ વિચાર કાયમી અસર સાથે એક ભાવનાત્મક મેલોડી બનાવવાનો હતો. મેં ગીત લખ્યું, અને એકવાર તે પૂર્ણ થઈ ગયું, કૌશલે તેમાં ભાગ લીધો. તેણે થોડી પંક્તિઓ સુધારી અને તેમાં પોતાનો અનોખો સ્પર્શ ઉમેર્યો. મને ગર્વ છે કે તે એક સદાબહાર સંગીત બની ગયું છે.”
ADVERTISEMENT
અહીં જુઓ અને સાંભળો મ્યુઝિક વીડિય
ગીત પ્રત્યેના તેના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા, અખિલ (Akhil Sachdeva’s Saare Tumhare Ho Gaye) ઉમેરે છે, “હું મારા ચાહકોને એક પ્રેમગીત ભેટ આપીને 2025 ની શરૂઆત ધમાકેદાર રીતે કરવા માગતો હતો. આ ગીતમાં પર્વતોના સાર સાથે એક ભવ્ય વાતાવરણ છે, તેથી મેં કલ્પના કરી કે તેનું રોમેન્ટિક આકર્ષણ વધારવા માટે તેને મોટા પાયે શૂટ કરવામાં આવે. આખરે, અમે તેને મનાલી, સીસુ ગામ અને નજીકના સ્થળોએ શૂટ કર્યું હતું. હિમાચલ પ્રદેશ મારા પ્રિય સ્થળોમાંનું એક છે કારણ કે હું પહાડી વ્યક્તિ છું. ગીતમાં બતાવવામાં આવેલી જગ્યાના દ્રશ્યો અતિ સૌંદર્યલક્ષી અને સુંદર છે.”
લોકો તરફથી ગીતને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અખિલે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહે છે કે “જ્યારે તમારું ગીત તમે જે આશા રાખતા હતા તે બઝ ક્રિએટ કરવાનું શરૂ કરે છે ત્યારે તે ખૂબ જ સારું લાગે છે. મને વિશ્વાસ હતો કે પ્રેક્ષકો, ખાસ કરીને સંગીત પ્રેમીઓ, સેટિંગ, વાઇબ, રચના, મારો દેખાવ અને રિષભ અને શ્રેયા વચ્ચેની કેમેસ્ટ્રીની પ્રશંસા કરશે. ગીતનું આખું પેકેજ સુંદર રીતે એક સાથે આવ્યું છે. મને લાગે છે કે આ 2025 ની સૌથી મોટી અને સૌથી સફળ મ્યુઝિકમાંનું એક હશે.” આ ગીતને લોકો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને પાંચ દિવસમાં પાંચ મિલિયન કરતાં વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.