દરેક જણ રાજૂના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજૂના પરિવારજનો સતત તેની હેલ્થ અપડેટ આપી રહ્યા છે. આજે ફરીથી રાજૂ શ્રીવાસ્તવના ભાઈ દીપૂ શ્રીવાસ્તવે જણાવ્યું કે રાજૂની તબિયક કેમ છે.
ફાઈલ તસવીર
જાણીતા કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને દેશના તમામ લોકો ચિંતાગ્રસ્ત છે. દરેક જણ રાજૂના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજૂના પરિવારજનો સતત તેની હેલ્થ અપડેટ આપી રહ્યા છે. આજે ફરીથી રાજૂ શ્રીવાસ્તવના ભાઈ દીપૂ શ્રીવાસ્તવે જણાવ્યું કે રાજૂની તબિયક કેમ છે.
રાજૂના સ્વાસ્થ્યમાં થઈ રહ્યો છે સુધારો
રાજૂ શ્રીવાસ્તવના ભાઈ દીપૂ શ્રીવાસ્તવે કૉમેડિયનના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું, "એક સીનિયર લેડી ડૉક્ટરે રાજૂની કંડીશન જોઈ છે. તેમણે કહ્યું કે જે ઇન્ફેક્શન ડેવલપ થયા હતા, તે હવે ઘટી રહ્યા છે. રાજૂ શ્રીવાસ્તવના ભાઈએ એ પણ જણાવ્યું કે રાજૂના સારા સ્વાસ્થ્ય માટે આજે પરિવારજનોએ પૂજા રાખી છે."
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર કૉમેડિયનના સ્વાસ્થ્યને લઈને ઉડી અફવાઓ
રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ પણ ઉડાડવામાં આવી રહી છે. તાજેતરમાં રાજૂના ભાઈ દીપૂએ વીડિયો શૅર કર્યો છે. જેમાં તેમણે કૉમેડિયનના સ્વાસ્થ્યને લઈને ખોટી અફવાઓ ફેલાવનારાને ખરી-ખોટી સંભળાવી હતી. તેમણે રાજૂ શ્રીવાસ્તવની હેલ્થ વિશે માહિતી આપતા એ પણ જણાવ્યું છે કે તે હાલ આઇસીયૂમાં જ છે.
દીપૂએ રાજૂના સ્વાસ્થ્ય વિશે કહ્યું કે, "આપણા બધાના ચહિતા ગજોધર ભૈયા ઉર્ફે રાજૂ ભૈયા આઇસીયૂમાં છે, એમ્સ હૉસ્પિટલમાં છે. આ વાત આખું વિશ્વ જાણે છે. તમારી પ્રાર્થનાઓ કામ કરી રહી છે. એમ્સ એક સારી હૉસ્પિટલ છે. ડૉક્ટર્સ પોતાનું બહેતરીન યોગદાન આપી રહ્યા છે. સારી રિકવરી થઈ રહીછે. તેમની સારવાર ચાલુ છે. આથી ખોટી અફવાઓ ધ્યાન ન આપવું."
राजू श्रीवास्तव जी को लेकर अफवाहों पर ध्यान न दें। रिकवरी हो रही है। गजोधर भैया फाइटर हैं, जल्दी जीतेंगे। दुआ कीजिए : दीपू श्रीवास्तव, राजू श्रीवास्तव के छोटे भाई। pic.twitter.com/H2OUN5Mt3n
— Parimal Kumar (@parimmalksinha) August 20, 2022
દીપૂએ આગળ જણાવ્યું, "અમારા રાજૂભાઈ ફાઇટર છે અને તે ખૂબ જ જલ્દી જંગ જીતીને તમારી બધાની વચ્ચે પોતાની કૉમેડીની દુકાન ખોલવા આવશે. તમને બધાને હસાવશે. પ્રાર્થના કરતા રહો. ડૉક્ટર પોતાનું કામ કરી રહ્યા છે. ડૉક્ટર્સની ટીમ લાગી છે. સૌથી સારાં ડૉક્ટર્સ છે, તેમણે એ પણ કહ્યું કે તે પોતાનું બેસ્ટ આપી રહ્યા છે. ટૂંક સમયમાં જ રાજૂ આપણાં બધાની વચ્ચે આવશે"
ક્યારે અને કેવી રીતે બગડી રાજૂ શ્રીવાસ્તવની તબિયત?
રાજૂ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. ટ્રેડમિલ પર એક્સરસાઇઝ કરતી વખતે તેમને છાતીમાં દુઃખાવો થયો અને તે નીચે પડી ગયા. ત્યાર બાદ રાજૂ શ્રીવાસ્તવને તેમના જિમ ટ્રેનર તરત હૉસ્પિટલ લઈ ગયા. રાજૂ ત્યારથી દિલ્હીના AIIMSમાં ડૉક્ટરના નિરીક્ષણમાં છે. ડૉક્ટર રાજૂને દરેક ક્ષણે મૉનિટર કરી રહ્યા છે.
રાજૂ શ્રીવાસ્તવના ટૂંક સમયમાં સ્વસ્થ થવાને લઈને પરિવાર સહિત દેશના તમામ લોકો પ્રાર્થનાઓ કરી રહ્યા છે. આજે રાજૂના ઘરમાં તેમના સારા સ્વાસ્થ્ય માટે પૂજા રાખવામાં આવી છે. તો, કૉમેડિયનના ચાહકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે કૉમેડી કિંગ રાજૂ ટૂંક સમયમાં જ સ્વસ્થ થઈને પોતાના ઘરે જાય અને પહેલાની જેમ પોતાના રસપ્રદ જોક્સ અને મજાકિયા અંદાજથી ચાહકોના મન જીતી લે.