હવે એજાઝ ખાનની પૂછપરછ કરનારી એનસીબીની ટીમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એજાઝ ખાનનો બે દિવસ પહેલા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કાલે રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો.
એજાઝ ખાન
NCBની કસ્ટડીમાં એક્ટર એજાઝ ખાન કોરોના પૉઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે એજાઝ ખાનની પૂછપરછ કરનારી એનસીબીની ટીમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એજાઝ ખાનનો બે દિવસ પહેલા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કાલે રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો.
5 એપ્રિલ સુધીની મળી હતી ન્યાયિક ધરપકડ
જણાવવાનું કે અમુક દિવસો પહેલા જ એક્ટર એજાઝ ખાનની ડ્રગ્સ મામલે એનસીબીએ ધરપકડ કરી લીધી હતી. તેને પહેલા 3 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાની વાત કરવામાં આવી હતી જો કે પછીથી તેને વધારીને 5 એપ્રિલ સુધી તેમને ન્યાયિક ધરપકડમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડ્રગ્સ મામલે એનસીબીએ ટીવી એક્ટર ગૌરવ દીક્ષિતના ઘરમાંથી ડ્રગ્સ જપ્ત કર્યા. એવામાં એજાઝ ખાન પાસેથી ગૌરવ વિશે એનસીબી અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી.
ADVERTISEMENT
જણાવવાનું કે તાજેતરમાં જ એનસીબીએ ગૌરવ સાવંતના ઘરે છાપેમારી કરી તો તે ત્યાં મળ્યો નહીં. પણ તેમના ઘરમાંથી જુદાં જુદાં પ્રકારના ડ્રગ્સ જપ્ત કર્યા. રિપૉર્ટ્સ છે કે ગૌરવ પોતાની ડચ ગર્લફ્રેન્ડ સાથે ફરાર છે. એવામાં એજાઝ ખાનની મદદથી એનસીબીની ટીમે ગૌરવ દીક્ષિત વિશે ડિટેલ્સ એકઠી કરી છે અને હવે તેના પર પોતાનો સકંજો કસવાની તૈયારીમાં છે.
આ સિલસિલે એજાઝ ખાનની ન્યાયિક અટક પણ વધારી દેવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે એજાઝ ખાન દ્વારા ગૌરવ વિશે હજી પણ વધુ માહિતી મેળવી શકાય છે. આની સાથે જ એજાઝ ખાન દ્વારા અન્ય સસ્પેક્ટ્સ સુધી પહોંચવાનો પણ પ્રયત્ન એનસીબી કરી રહી છે. જો કે, હવે એજાઝને કોરોના થવાને કારણે આ તપાસમાં ખલેલ જરૂર પડી ગઈ છે.
31 માર્ચના ઍરપૉર્ટ પર પકડાયો એજાઝ
એજાઝ ખાન દ્વારા અત્યાર સુધી જે પણ ખુલાસા કરવામાં આવ્યા તેમાં ખબર પડી કે તે શાદાબ બટાટા નામના એક ડ્રગ ડીલર પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો. તેનું સેવન કરતો અને વેચતો પણ હતો. એનસીબીને આ વાતની શંકા હતી કે એજાઝ ખાન સાક્ષ્ય સાથે છેડછાડ કરી શકે છે અને અન્ય સસ્પેક્ટ્સને તપાસ વિશે સચેત પણ કરી શકે છે તેથી તેને અમુક સમય સુધી અટકમાં રાખવામાં આવી રહ્યું છે જેથી ડ્રગ ડીલર્સ અને યૂઝર્સની આ ચેન વિશે માહિતી મેળવી શકાય. એજાઝ ખાનને 31 માર્ચના મુંબઇ ઍરપૉર્ટ પર પકડાઇ ગયો હતો. અનેક કલાકોની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.