અજય દેવગને ડિરેક્ટ કરેલી આ ચોથી ફિલ્મ છે.
અજય દેવગન
અજય દેવગનની ‘ભોલા’એ પહેલા વીક-એન્ડમાં ૪૪.૨૮ કરોડનો બિઝનેસ કર્યો છે. વીક-એન્ડમાં આ ફિલ્મના કલેક્શનમાં વધારો નોંધાયો હતો. અજય દેવગને ડિરેક્ટ કરેલી આ ચોથી ફિલ્મ છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબુ, દીપક ડોબરિયાલ, વિનીત કુમાર અને ગજરાજ રાવ પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે ગુરુવારે ૧૧.૨૦ કરોડ, શુક્રવારે ૭.૪૦ કરોડ, શનિવારે ૧૨.૨૦ કરોડ અને રવિવારે ૧૩.૪૮ કરોડની સાથે કુલ મળીને ૪૪.૨૮ કરોડનો વકરો કરી લીધો છે. આવનારા દિવસોમાં આ ફિલ્મના કલેક્શનમાં હજી વૃદ્ધિ થાય એવી શક્યતા છે.