તેમણે ગઈ કાલે શપથ લીધા હતા
ફાઇલ તસવીર
અજય દેવગને નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને શુભેચ્છા પણ પાઠવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. તેમણે ગઈ કાલે શપથ લીધા હતા. શપથ સેરેમની પહેલાં અજય દેવગને ટ્વીટ કર્યું કે ‘ફરી પ્રાઇમ મિનિસ્ટર બનવા બદલ હું પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીને શુભેચ્છા પાઠવું છું. તમારી કુશળતાથી ભારતને સમૃદ્ધિ તરફ અને નવી ઊંચાઈએ લઈ જવા માટે તમને ઘણી શુભેચ્છા.’
નરેન્દ્ર મોદીજી ત્રીજી વાર પ્રાઇમ મિનિસ્ટર બન્યા હોવાથી હું તેમને શુભેચ્છા પાઠવું છું. મારી શુભેચ્છાઓની સાથે પ્રાર્થના પણ તેમની સાથે છે.
- અનિલ કપૂર