ધારાવી કોરોનામુક્ત થવાથી અજય દેવગન થયો ખુશ
અજય દેવગન
ધારાવીમાં કોરોનાના ઝીરો કેસ થતાં અજય દેવગન ખુશ થયો છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં કોરોનાના કેસ ખૂબ વધી ગયા હતા. જોકે હવે ત્યાં કોરોનાના પૉઝિટિવ કેસ નથી એવી માહિતી મળી છે. એ વિશે ટ્વિટર પર અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘ક્રિસમસ ખુશીઓ લઈને આવ્યો છે. ધારાવીમાં કોવિડ-19 પૉઝિટિવના કેસ હવે ઝીરો છે.’

