Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પચાસ દિવસમાં ત્રણ ફિલ્મો રિલીઝ કરશે અજય દેવગન

પચાસ દિવસમાં ત્રણ ફિલ્મો રિલીઝ કરશે અજય દેવગન

23 January, 2024 06:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે તેની ત્રણ ફિલ્મો ફક્ત પચાસ દિવસમાં આવવાની છે.

અજય દેવગન

અજય દેવગન


અજય દેવગન આ વર્ષે પાંચ ફિલ્મો લઈને આવવાનો છે. જોકે તેની ત્રણ ફિલ્મો ફક્ત પચાસ દિવસમાં આવવાની છે. તે ભલે વર્ષમાં પાંચ ફિલ્મો લઈને આવવાનો હોય, પરંતુ તેની ત્રણ ફિલ્મો ફક્ત પચાસ દિવસની અંદર આવવાની છે જે મોટા ભાગે કોઈ ઍક્ટર્સ નથી કરતા. હાલમાં જ તેણે જાહેરાત કરી હતી કે તેની સુપરનૅચરલ ‘શૈતાન’ આ વર્ષે ૮ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આર. માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ દેખાશે. ત્યાર બાદ તેની સ્પોર્ટ્સ-ડ્રામા ‘મૈદાન’ આ વર્ષે એપ્રિલમાં ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. આ ફિલ્મને અમિત રવીન્દરનાથ શર્માએ ડિરેક્ટ અને બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ઘણા વખતથી પોસ્ટપોન થઈ રહી છે. આ ફિલ્મ ફુટબૉલમાં ભારતના સુવર્ણકાળ પર પ્રકાશ પાડશે. ફિલ્મમાં ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના રોલમાં અજય દેવગન જોવા મળશે. આ ફિલ્મની રિલીઝનાં બે અઠવાડિયાં બાદ તે ‘ઔરોં મેં કહાં દમ થા’ લઈને આવવાનો છે. આ ફિલ્મ રોમૅન્ટિક-થ્રિલર છે. ફિલ્મને નીરજ પાંડેએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે જિમ્મી શેરગિલ અને સઈ માંજરેકર જોવા મળશે. ત્યાર બાદ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે તે ‘સિંઘમ અગેઇન’ લઈને આવવાનો છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ પણ દેખાશે. આ ફિલ્મ બાદ તે ‘રેઇડ 2’માં જોવા મળશે. આ ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં વાણી કપૂર અને રિતેશ દેશમુખ પણ દેખાશે. જોકે ૧૯૯૩માં અજય દેવગનની ૮ ફિલ્મો રિલીઝ થઈ હતી. ૨૦૦૩માં તેની સાત ફિલ્મો અને ૨૦૧૦માં ૬ ફિલ્મો રિલીઝ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2024 06:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK