અજય સાથે ફરી દેખાશે રકુલપ્રીત,ThankGodમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી
તસવીર સૌજન્ય જાગરણ
મોટા પડદે ફરી એકવાર રકુલ પ્રીત સિંહ અને અજય દેવગન સાથે જોવા મળશે. આ કૉમેડી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. ફિલ્મનું નામ છે Thank God.આજે જ આ ફિલ્મની જાહેરાત થઈ છે.
ફિલ્મનું શૂટિંગ 21 જાન્યુઆરીથી શરૂ થશે. આ ફિલ્મ ભૂષણ કુમાર, ઇન્દ્ર કુમાર અને આલોક ઠકરિયા બનાલી રહ્યા છે. આ પહેલા ઇન્દ્ર કુમાર ધમાલ અને મસ્તી સીરિઝની ફિલ્મો બનાવી ચૂક્યા છે.
ADVERTISEMENT
ફિલ્મ વિશે વાત કરતા ઇન્દ્ર કુમારે કહ્યું કે, "અમે ઘણાં સમયથી આ ફિલ્મનાં શૂટિંગની રાહ જોઇ રહ્યા હતા. હવે ફાઇનલી 21 જાન્યુઆરીથી આ ફિલ્મનું કામ શરૂ થશે 'Thank God'. હું અજય દેવગન, રકુલ અને સિદ્ધાર્થ સાતે કામ કરવા માટે ઉત્સાહિત છું. સાથે જ ટી-સીરિઝ અને ભૂષણ કુમાર સાથે કામ કરવાને લઈને પણ ખુશ છું. આશા છે કે બધું બરાબર રીતે થઈ જશે."
View this post on Instagram
રકુલ પ્રીત અને અજય દેવગન આ પહેલા ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળ્યાં હતાં. તેમની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. તો, સિદ્ધાર્થ સાથે રકુલ ફિલ્મ અય્યારીમાં જોવા મળી હતી.
View this post on Instagram
આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને અત્યાર સુધી કોઇ જાહેરાત થઈ નથી.

