લોકોને હસાવવા માટે ઇન્ટેલિજન્સની જરૂર પડે છે : અજય દેવગન
અજય દેવગન
અજય દેવગનનું કહેવું છે કે કૉમેડી ફિલ્મો બનાવવી સરળ કામ નથી. લોકો કૉમેડી ફિલ્મોને વારંવાર જોવાનું પસંદ કરે છે એ વિશે જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘મને ખબર નથી કે કૉમેડી ફિલ્મોને શું કામ બ્રેઇનલેસ કહેવામાં આવે છે. લોકોને હસાવવા સરળ કામ નથી. આજે આપણા દેશમાં અને પૂરા વિશ્વમાં કૉમેડિયન્સને મોટા સ્ટાર ગણવામાં આવે છે. આપણા દેશની વાત કરીએ તો આપણી પાસે કપિલ શર્મા છે. લોકોને હસાવવા માટે ઇન્ટેલિજન્સની જરૂર પડે છે. તમે માત્ર ચહેરાના હાવભાવથી લોકોને ન હસાવી શકો. કોને હસવું ન ગમે? કૉમેડી ફિલ્મો લોકો વાંરવાર જુએ છે. હું એમ નથી કહેતો કે અન્ય સિનેમા સારું નથી, પરંતુ કૉમેડી ફિલ્મો પણ સારી જ છે.’
આ પણ વાંચો : ઉરીની ડબલ સેન્ચુરી
ADVERTISEMENT
અજય દેવગન દરેક ફિલ્મને સમાન દૃષ્ટિકોણથી જુએ છે
અજય દેવગનનું કહેવું છે કે કમર્શિયલ એન્ટરટેઇનર હોય કે પછી દમદાર ãસ્ક્રપ્ટવાળી ફિલ્મ હોય, તે દરેક ફિલ્મને સમાન દૃષ્ટિકોણથી જુએ છે. આ વિશે વધુ જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘દરેક ફિલ્મમાં હું મારા કૅરેક્ટરને ફૉલો કરું છું. એમાં કોઈ ખાસ ટેãક્નક નથી હોતી. પાત્રો તો દિલથી ભજવવામાં આવે છે. એને ફીલ કરવાં ખૂબ જરૂરી છે નહીં તો પર્ફોર્મન્સ સારો નહીં દેખાય. હું સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે સીન્સ ભજવું છું. ઓવર ધ ટૉપ કૉમેડી કરવી સરળ નથી. તમારે બૅલૅન્સ જાળવવું પડે છે. ઓવર ધ ટૉપનો મતલબ એ નથી કે કલાકાર કંઈ પણ કરી શકે છે. એમ કરવા જશો તો લોકોને એ જોવાનો કંટાળો આવશે.’