સિનેમા અને સ્ટ્રીમિંગ બન્ને સહઅસ્તિત્વ ધરાવે છે : અજય દેવગન
અજય દેવગન
અજય દેવગનનું માનવું છે કે સિનેમા અને સ્ટ્રીમિંગ એકબીજાની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘ત્રિભંગા’ને અજય દેવગન પ્રોડ્યુસ કરી ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. તેનું કહેવું છે કે સ્ટોરી લોકોને પોતાની તરફ ખેંચે છે. આ વિશે વધુ જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘સ્ટ્રીમિંગ અને સિનેમા બન્ને એકસાથે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. દર વર્ષે આપણે જોઈએ છીએ કે બૉક્સ-ઑફિસ કલેક્શન્સમાં ધરખમ વધારો જોવા મળે છે. સાથે જ લોકો સ્ટ્રીમિંગ સર્વિસ દ્વારા ઘરેબેઠાં કન્ટેન્ટ જોઈ શકે છે. લોકોને બન્ને માધ્યમ પસંદ છે. જો સ્ટોરી આકર્ષક હોય તો લોકો એને જોવાના છે.’