Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `બોલો ઝુબાન કેસરી`ના મીમ્સ અને તેના પર થતી ટ્રોલિંગ પર આ શું બોલી ગયા અજય દેવગન?

`બોલો ઝુબાન કેસરી`ના મીમ્સ અને તેના પર થતી ટ્રોલિંગ પર આ શું બોલી ગયા અજય દેવગન?

Published : 11 November, 2024 09:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ajay Devgn Reacts to Zubaan Kesari Memes and trolling: આ બ્રાન્ડની જાહેરાતોમાં તેની સાથે શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ જોવા મળી રહયા છે. જોકે, આ આ એડમાં અજય સૌથી જૂનો સ્ટાર છે અને તેથી જ તેના પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે.

અજય દેવગન (ફાઇલ તસવીર)

અજય દેવગન (ફાઇલ તસવીર)


,બૉલિવૂડ સ્ટાર અજય દેવગન આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. અજય દેવગનની (Ajay Devgn Reacts to Zubaan Kesari Memes and trolling) લેટેસ્ટ ફિલ્મ `સિંઘમ અગેઇન` સિનેમાઘરોમાં બૉક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે જેથી તેણે 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. તેનો સિંઘમ અવતાર ફરી એકવાર લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જોકે અજયનો વધુ એક અવતાર છે જે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચા અને ટ્રોલિંગનો વિષય રહે છે. તેના આ અવતાર પરથી સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બન્યા છે. આ તેનો `ઝુબાન કેસરી` અવતાર છે. ખરેખર તો આ અજય જે એલચી બ્રાન્ડની જાહેરાત કરે છે તેની ટેગલાઇન છે. આ બ્રાન્ડની જાહેરાતોમાં તેની સાથે શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ જોવા મળી રહયા છે. જોકે, આ આ એડમાં અજય સૌથી જૂનો સ્ટાર છે અને તેથી જ તેના પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે અને ઘણી વખત તેને ટ્રોલીંગનો સામનો પણ કરવો પડ્યો છે. હવે અજયે તેના પર બનેલા મીમ્સ અને ટ્રોલિંગ બાબતે તે શું વિચારે છે અને તેનું શું કહેવું છે તે અંગે પહેલી વખત જાહેરમાં જણાવ્યું હતું.


બીયર બાઈસેપ્સના નામે જાણીતા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા (Ajay Devgn Reacts to Zubaan Kesari Memes and trolling) સાથેના એક ઈન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યું કે તેને આ જાહેરાત કરવા માટે કરવામાં આવી રહેલા ટ્રોલ સામે કોઈ વાંધો નથી. ઈન્ટરવ્યુમાં રણવીરે તેને એક સવાલ પૂછ્યો હતો કે, `જો તમને વાંધો ન હોય તો શું હું પૂછી શકું કે આ મીમ્સ કલ્ચરમાં જો કોઈ `ઝુબાન કેસરી` કહે તો તમારું મગજ કેવી રીતે પ્રોસેસ કરે છે?` જેના જવાબમાં અજયે હસતાં હસતાં કહ્યું, `ઠીક છે, વાંધો નથી.`



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Allahbadia (@ranveerallahbadia)


અજય સાથે બેઠેલા દિગ્દર્શક રોહિત શેટ્ટીએ (Ajay Devgn Reacts to Zubaan Kesari Memes and trolling) પોતાનો અભિપ્રાય એમ કહીને વ્યક્ત કર્યો, `મને લાગે છે કે તે હવે અપમાનજનક બનવાનું બંધ કરી દીધું છે. આજકાલ દરેક જણ મીમ્સ એન્જોય કરે છે, આજકાલ એવું થઈ ગયું છે કે `અરે, તેં મીમ જોયું!` અજય જે બ્રાન્ડ માટે આ જાહેરાત કરે છે તે ખાસ કરીને તમાકુ જન્ય ઉત્પાદન માટે ખૂબ જ લોકપ્રિય છે. આવી સ્થિતિમાં તેની સાથે જોડાયેલા કલાકારોને ઘણીવાર લોકોની ટીકાઓનો સામનો કરવો પડે છે. અજય સતત આ બ્રાન્ડ સાથે જોડાયેલો છે જ્યારે તેના પછી અક્ષય કુમાર પણ આ બ્રાન્ડનો એમ્બેસેડર બન્યો છે.


પરંતુ થોડા સમય પછી, અક્ષયે તમાકુ ઉત્પાદનો વેચવા માટે લોકપ્રિય આ બ્રાન્ડ સાથેનો કરાર સમાપ્ત કર્યો કારણ કે તે આ માટે ખૂબ ટ્રોલ થવા લાગ્યો. જ્યારે શાહરૂખ ખાન પણ ગયા વર્ષે આ બ્રાન્ડ સાથે જોડાયો હતો. હાલમાં જ ટાઇગર શ્રોફ (Ajay Devgn Reacts to Zubaan Kesari Memes and trolling) પણ આ બ્રાન્ડ સાથે જોડાયો છે. અજયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે હાલમાં `સિંઘમ અગેઇન`માં થિયેટરોમાં લોકોને મંત્રમુગ્ધ કરતો જોવા મળે છે. તેની સાથે આ ફિલ્મમાં કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને ટાઈગર શ્રોફ જેવા સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2024 09:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK