હૈદરાબાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો અજય દેવગને
વૃક્ષારોપણ કાર્યક્રમમાં અજય દેવગન
અજય દેવગને ગ્રીન ઇન્ડિયા ચૅલેન્જ હેઠળ હૈદરાબાદમાં આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન પાંચ હજાર છોડ રોપવામાં આવ્યા. એમાં ૧૦૦ બિઝનેસમૅન, ૧૧૦ કલાકારો અને ૩૦૦ સ્થાનિક લોકોએ પર્યાવરણ બચાવવાની આ ઝુંબેશમાં ભાગ લીધો હતો. તેલંગણા રાષ્ટ્ર સમિતિના સંસદસભ્ય જે. સંતોષકુમારે આ પહેલને આગળ ધપાવી છે. એના ફોટો ટ્વિટર પર અજય દેવગને શૅર કર્યા હતા. આ કાર્યક્રમ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘સંતોષ કુમારે ગ્રીન ઇન્ડિયા ચૅલેન્જ જે પહેલ શરૂ કરી છે એને લઈને હું ખૂબ ખુશ છું.

