ઓશિવરા અને વીરા દેસાઈ રોડ પર અજય દેવગને ઑફિસ ખરીદી છે.
અજય દેવગન
અજય દેવગને ૪૫ કરોડ રૂપિયાની પાંચ ઑફિસ ખરીદી હોવાની ચર્ચા છે. ડેટા ઍનૅલિટિક્સ કંપની CRE મેટ્રિક્સ દ્વારા આ ડૉક્યુમેન્ટ ઍક્સેસ કરવામાં આવ્યા છે. ઓશિવરા અને વીરા દેસાઈ રોડ પર અજય દેવગને ઑફિસ ખરીદી છે. આ તમામ ઑફિસની કિંમત ૪૫ કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે. તેણે સોળમા ફ્લોર પર ખરીદેલી ત્રણ ઑફિસ ટોટલ ૧૩,૨૯૩ સ્ક્વેર ફીટની છે. એની કિંમત ૩૦.૩૫ કરોડ અને ૧.૮૨ કરોડ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટીના છે. સત્તરમા ફ્લોર પર તેણે બે ઑફિસ ખરીદી છે જેનો બિલ્ટ-અપ એરિયા ૪૮૯૩ સ્ક્વેર ફીટ છે. આ બે ઑફિસની કિંમત ૧૪.૭૪ કરોડ રૂપિયા છે. આ પ્રૉપર્ટી વિશાલ (અજય) વીરેન્દ્ર દેવગનના નામે રજિસ્ટર્ડ છે.