આજે રિલીઝ થાય છે ઔરોં મેં કહાં દમ થા
ફિલ્મનું પોસ્ટર
અજય દેવગન અને તબુની ‘ઔરોં મેં કહાં દમ થા’ આજે રિલીઝ થઈ રહી છે. નીરજ પાંડે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મની સ્ટોરી ૨૦૦૦થી ૨૦૨૩ દરમ્યાન થયેલી ઘટના પર છે. ૨૦ વર્ષ જેલમાં રહ્યા બાદ પુરુષ કેવી રીતે તેની પ્રેમિકાને ફરી મળે છે એ દેખાડવામાં આવ્યું છે. ક્રિષ્ના જ્યારે પરોલ પર બહાર આવે છે ત્યારે તેની પ્રેમિકાને મળવા માગે છે. અજય દેવગને ક્રિષ્નાનું પાત્ર ભજવ્યું છે. તેના પર એકથી વધુ મર્ડરના ચાર્જ લગાવવામાં આવ્યા હોય છે અને તેને ઉમરકેદ થાય છે. તેની પ્રેમિકા વસુધાનું પાત્ર તબુએ ભજવ્યું છે. તે ક્રિષ્નાથી અલગ થઈ જાય છે. વસુધા અભિજિત સાથે લગ્ન કરે છે, જે પાત્ર જિમી શેરગિલે ભજવ્યું છે. ક્રિષ્નાએ કેમ મર્ડર કર્યું અને તેણે જ કર્યું છે કે બીજા કોઈએ એ જાણવા માટે ફિલ્મ જોવી રહી. આ ફિલ્મ પહેલાં પાંચમી જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ એને ‘કલ્કિ 2898 AD’ને કારણે પોસ્ટપોન કરવામાંઆવી હતી.