ઇન્દ્રકુમારની થૅન્ક ગૉડમાં જોવા મળશે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ
ઇન્દ્રકુમારની થૅન્ક ગૉડમાં જોવા મળશે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ
અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ ઇન્દ્રકુમારની ‘થૅન્ક ગૉડ’માં સાથે કામ કરતા જોવા મળવાના છે. આ ફિલ્મને ટી-સિરીઝનો ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. ઇન્દ્રકુમાર ફિલ્મને ડિરેક્ટ કરશે. તે ‘મસ્તી’ અને ‘ધમાલ’ માટે જાણીતો છે. ફિલ્મ વિશે ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘થૅન્ક ગૉડ’ એક ઇન્ટરેસ્ટિંગ અને એન્ટરટેઇનિંગ સ્ક્રિપ્ટ છે. મેં અજયસર સાથે કામ કર્યું છે અને આવા પ્રકારની ફિલ્મોમાં તેઓ માહેર છે. તો સિદ્ધાર્થ અને રકુલ આ ફિલ્મમાં કંઈક અલગ જ દેખાવાનાં છે.’
ફિલ્મનું શૂટિંગ 21 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. ફિલ્મને લઈને ખુશી વ્યક્ત કરતાં ટ્વિટર પર અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘મારી ફિલ્મ ‘થૅન્ક ગૉડ’ની જાહેરાત કરતાં મને ખૂબ ખુશી થઈ રહી છે. સ્લાઇસ-ઑફ-લાઇફ કૉમેડીમાં મારી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. ફિલ્મને ઇન્દ્રકુમાર ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ 21 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.’

