આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે.
ઐશ્વર્યાની ‘પોન્નિયિન સેલ્વન 2’ રિલીઝ થશે ૨૮ એપ્રિલે
ઐશ્વર્યા રાય બચ્ચનની ‘પોન્નિયિન સેલ્વન 2’ ૨૮ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. મણિ રત્નમની આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે ચિયાન વિક્રમ, ત્રિશા ક્રિષ્નન, સોભિતા ધુલિપાલા, સરથકુમાર, પ્રભુ અને ઐશ્વર્યા લક્ષ્મી પણ જોવા મળશે. આ ફિલ્મનો પહેલો પાર્ટ ‘પોન્નિયિન સેલ્વન 1’ ખૂબ હિટ થયો હતો. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે કદાચ ઐશ્વર્યાનું પાત્ર નંદની ચોલા પરંપરાનો ખાતમો બોલાવશે. ફિલ્મની શાનદાર ઍક્શન લોકોને જકડી રાખશે. આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે.