અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન તેમની પુત્રી શ્વેતા બચ્ચન, જમાઈ, પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan), નવ્યા અને અગસ્ત્ય સાથે પહોંચ્યાં હતાં
તસવીરો: યોગેન શાહ
Aishwarya Rai Entered Anant-Radhika`s Wedding with Rekha: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન થયાં છે. બંનેએ ગઈકાલે એટલે કે 12 જુલાઈ 2024ના રોજ એકબીજા સાથે ફેરા લીધાં અને કાયમ માટે એક થઈ ગયાં. ભારત અને વિદેશના લોકોએ તેમની હાજરીથી આ શાહી લગ્નમાં આકર્ષણ જમાવ્યું હતું, પરંતુ અત્યારે સૌથી વધુ ચર્ચા બચ્ચન પરિવારની છે. અનંત-રાધિકાના લગ્નમાં સમગ્ર બચ્ચન પરિવારે હાજરી આપી હતી, પરંતુ પુત્રવધૂ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન તેમની સાથે જોવાં મળ્યાં ન હતાં. આવી સ્થિતિમાં ઐશ્વર્યાના અભિષેક બચ્ચનથી અલગ થવાના સમાચાર ફરી વધુ તેજ બન્યાં છે.