Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યા રાયે ડિવોર્સની અફવાઓને આપ્યો રદિયો! અભિષેક બચ્ચન સાથે હજી પણ છે સંબંધ

ઐશ્વર્યા રાયે ડિવોર્સની અફવાઓને આપ્યો રદિયો! અભિષેક બચ્ચન સાથે હજી પણ છે સંબંધ

23 September, 2024 02:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Aishwarya Rai – Abhishek Bachchan Divorce: ઐશ્વર્યા રાય બચ્ચને તે અભિષેક સાથે હોવાની વાતને આડકતરી રીતે કરી કન્ફર્મ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઘણા મહિનાઓથી તેના અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે અણબનાવના અહેવાલો આવી રહ્યા છે. ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ (Aishwarya Rai – Abhishek Bachchan Divorce) લેવાના છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, હજી સુધી બંનેએ આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે. ઐશ્વર્યા અને અભિષેક બંને પોતાના સંબંધો વિશે વાત નથી કરી રહ્યા. છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળે છે. જ્યા દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) હંમેશા તેની સાથે હોય છે. તો અભિષેક બચ્ચન તેની સાથે કોઈપણ ઈવેન્ટમાં જોવા મળતો નથી. થોડા સમય પહેલા, ઐશ્વર્યા રાય બચ્ચન એક ઇવેન્ટમાં જોવા મળી હતી જેમાં તેણે તેના લગ્નની વીંટી (Aishwarya Rai Wedding Ring) પહેરી ન હતી. પરંતુ તાજેતરમાં એક ઇવેન્ટમાં અભિનેત્રીના હાથમાં વેડિંગ રીંગ જોવા મળી છે ત્યારે ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સનો મુદ્દો ફરી ચગ્યો છે. ઐશ્વર્યા પહેલા ચાહકોએ અભિષેકના હાથમાં લગ્નની વીંટી જોઈ ન હતી. ત્યાર બાદ ઐશ્વર્યાએ પણ એક ઈવેન્ટમાં વીંટી પહેરી ન હતી. થોડા દિવસો પહેલા અભિષેક તેની વેડિંગ રીંગ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. હવે ઐશ્વર્યાએ પણ તેની વેડિંગ રીંગ ફ્લોન્ટ કરી છે.


ગયા વર્ષે પેરિસ ફેશન વીક (Paris Fashion Week)માં પોતાનો જાદુ કર્યા બાદ, ઐશ્વર્યા રાય બચ્ચને આ વર્ષે પણ રેડ કાર્પેટ પર પોતાની પ્રતિભા દર્શાવવા તૈયાર છે. પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા માટે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પહોંચી છે. આ ઈવેન્ટના લોકેશન પરથી ઐશ્વર્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના હાથમાં વી આકારની વેડિંગ રીંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં તે પોતાની રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.



Aishwarya rai back with her wedding ring at Paris fashion week.
byu/FilmyInsaan inBollyBlindsNGossip

પેરિસ ફેશન વીકની એક ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચને પ્રિન્ટેડ ઓવરસાઈઝ લોંગ જેકેટ પહેર્યું છે. તે ગ્લોઈંગ મેકઅપ અને ઓપન હેર સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લૂકમાં તેની વેડિંગ રીંગ સહુનું ધ્યાન ખેંચી રહી છે. ઐશ્વર્યાની આ સ્ટાઈલ જોઈને ફેન્સને લાગે છે કે હવે તેમની વચ્ચે બધુ બરાબર છે. તેના હાવભાવને જોઈને લાગે છે કે તે છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી રહી છે.


તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા અગાઉ ત્યારે ફેલાઈ હતી જ્યારે ઐશ્વર્યા SIIMA ૨૦૨૪માં હાજરી આપવા ગઈ હતી. આ વર્ષે જુલાઈમાં અભિષેક બચ્ચન વિના રેડ કાર્પેટ પર દેખાયા પછી અલગ થવાની અફવાઓ સૌપ્રથમ શરૂ થઈ હતી. ત્યારબાદ આ કપલ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani – Radhika Merchant Wedding)માં એકસાથે નહીં પરંતુ અલગ-અલગ પહોંચ્યા હતા ત્યારથી સમાચાર વધુ વધી ગયા હતા. જે બાદ અભિષેકે છૂટાછેડાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ લાઈક કરી હતી.

નોંધનીય છે કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને ૧૭ વર્ષ થયા છે. વર્ષ ૨૦૦૭માં બન્નેના લગ્ન થયા હતા. આ લગ્નમાં માત્ર પરિવારની નજીકના લોકોને આમંત્રણ હતું.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2024 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK