ઐશ્વર્યા બચ્ચન પરિવારના જુહુમાં આવેલા બંગલા ‘જલસા’માં જોવા મળી એ ઘટના પણ સમાચારોમાં ચમકી જાય છે
ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી આરાધ્યા
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ઑલ ઇઝ નૉટ વેલ એવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે એટલું જ નહીં, તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં છે એવી પણ વાતો થઈ રહી છે. એવામાં ઐશ્વર્યા બચ્ચન પરિવારના જુહુમાં આવેલા બંગલા ‘જલસા’માં જોવા મળી એ ઘટના પણ સમાચારોમાં ચમકી જાય છે. ઐશ્વર્યા સાથે તેની દીકરી આરાધ્યા પણ હતી. એવું કહેવાય છે કે ઐશ્વર્યા બચ્ચન પરિવારથી અલગ, પોતાની મમ્મી સાથે રહે છે. આવા સંજોગોમાં તે ‘જલસા’માં દેખાય તો એની ચર્ચા તો થવાની જ.