ડ્રીમ 11 IPL 2020ના ઉદ્ઘાટન પહેલાં જોવા મળશે ફરહાન અખ્તર
ફરહાન અખ્તર
ફરહાન અખ્તર આજે સાંજે 6 વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ પર ‘ડ્રીમ 11 IPL 2020’નું ‘ક્રિકેટ લાઇવ’નું ઉદ્ઘાટન કરવાનો છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં ફરહાન અખ્તરે કહ્યું હતું કે ‘આપણે હાલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. વિશ્વ દ્વારા ન્યુ નૉર્મલ સાથે આગળ વધતાં આઇપીએલની જાહેરાત એક તાજી હવા જેવી છે. સ્પોર્ટ્સ માટે હું હંમેશાં તત્પર રહું છું અને લાઇવ ઇન્ડિયન ક્રિકેટ એક લાંબા અંતરાલ બાદ પાછી જોવા મળશે. પડ્યા પછી ફરી બેઠા થવું, પોતાની ભૂલોમાંથી શીખવું અને સૌથી અગત્યની વાત, જીત મળ્યા બાદ પણ નમ્ર રહેવું એ ખૂબ જરૂરી છે. હું મારી આગામી ફિલ્મ ‘તુફાન’માં કામ કર્યા બાદ આ લાગણીને ખૂબ નજીકથી સમજી શક્યો છું. આપણે સૌએ આ કઠિન સમયમાં એક સારા ભવિષ્ય માટે આશાવાદી રહેવાની જરૂર છે. સ્ટાર સ્પોર્ટસ પર ‘ક્રિકેટ લાઇવ’નું ઉદ્ઘાટન કરવાનો મને આનંદ છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલની શાનદાર ટક્કર જોવા મળશે.’

